અઠવાગેટ થેલી પ્લાઝા નીચે દુકાનોમાંથી ૨.૯૦ લાખની ચોરી

0
6

વરાછાના કારખાનામાંથી રૂ. ૮૦ હજારના ચણીયા-ચોળી ચોરાયા
સુરત, તા.૧૩
શહેર ઘરફોડ ચોરીના બનેલા બે બનાવમાં રૂ. ૩.૭૦ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં અઠવાગટ જાલી પ્લાજાના પહેલાં માળે આપેલ દુકાન નં. ૧૦૫/૧૦૬માંથી રોકડા રૂપિયા ૨.૮૫ લાખ અને દુકાન નં. ૨૦૨/૨૦૪માંથી રોકડ રૂપિયા ૫૦૦૦ મળી કુલ્લે રૂ. ૨,૯૦,૦૦૦ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે ભૈરવ હરિશચંદ્ર શુકલે અઠવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં વરાછા ઘનશ્યામનગર ખાતા – ૧૬૯ પહેલાં માળેથી અજાણ્યા તસ્કરો કુલ્લે રૂપિયા ૮૦,૦૦૦ની કિંમતની ચણીયા ચોળી ચોલી કરી ગયા હતા. બનાવ સંદર્ભે બળવંત પોપટભાઈ ચાવડાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY