અઠવા કૃષિ ફોર્મ જોગર્સ પાસે રાત્રે બે યુવકો પર ટોળાનો ઘાતકી હુમલો

0
6

ગીરવે મૂકેલી મોટર સાઈકલ અંગેના ઝઘડામાં બે યુવકોની હાલત ગંભીર
સુરત, તા.૧૩
ગિરવે મૂકેલી મોટર સાઈકલના રૂપિયા પરત મેળવવા માટે ૧૦ જણાએ ઘાતક શસ્ત્રો સાથે બે વ્યકિત ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ઉમરા પોલીસ સ્ટેશને નોxધાઈ હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણગામ પારસીવાડ સૂર્યોદય એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ ઘનશ્યામભાઈ રાજપૂત અને મિત્ર જય જશવંત પટેલ સાથે કૃષિ ફાર્મ પાસે જાગર્સ પાર્ક રંગીલા વડા પાંઉની દુકાન પાસે ઊભા હતા, ત્યારે કાર મોટર સાઈકલ .પર ધસી આવેલા સત્યજીત તથા નવેક જણાંએ રાહુલ અને જય ઉપર ઘાતક શસ્ïત્રોથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ ગત તા. ૧૧ મીના રોજ રાત્રે ૧૧ઃ ૩૦ કલાકે બન્યો હતો. બનાવ સંદર્ભે રાહુલ ઘનશ્યામ રાજપૂતે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દોઢેક વર્ષ પહેલાં આરોપી સત્યજીત પાસે ફરિયાદીએ પોતાની મોટર સાઈકલ રૂપિયા ૨૫,૦૦૦માં ગિરવે મૂકી હતી.જે પૈકી રૂ. ૧૫,૦૦૦ પરત આપી દીધા હતા. બાકીના દસ હજાર રૂપિયા આપવાના બાકી હતી. જે સંદર્ભે બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ હતુ. જેની અદાવત રાખી આ હુમલો કરાયો હતો ઉમરા પોલીસે રાયોટિંગ અને હત્યાની કોશિષ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY