કાલે ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ‘બંધારણ બચાવો’ યાત્રા

0
19

બાબા સાહેબની ૧૨૮’મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
સુરત, તા.૧૩
ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર ૧૨૮મી સાર્વ.જન્મ જયંતી સમિતિની એક અગત્યની મીટિંગ દલિત સમાજના સિનિયર એડવોકેટ રાજુભાઈ શિરસાઠનાં અધ્યક્ષ સ્થાને ડૉ. આંબેડકર ભવન માનદરવાજા, રિંગરોડ સુરત ખાતે મળી હતી. જેમાં સર્વાનુંમતે એક ઠરાવ દ્વારા ૧૪ એિ­લના રોજ નીકળનાર બંધારણ બચાવ લોકશાહી બચાવ યાત્રામાં ઉપસ્થિત રહેવા બાબતનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. મીટિંગને સંબોધિત કરતા ડૉ. બાબા સાહેબ આંબેડકર ૧૨૮મી સાર્વ.જન્મ જયંતી કન્વીનર સમિતિના અગ્રણી અને નિમંત્રક સુરેશભાઈ સોનવણેએ જણાવ્યું હતું કે, ૧૪ એિ­લ ૨૦૧૯ના રોજ દર વર્ષની આ વર્ષે પણ બિનરાજકીય રીતે ઉજવનાર આ ભીમ જયંતી પ્રસંગે પોત પોતાના રાજકીય મતભેદો ભૂલી ડૉ. બાબા સાહેબ આંબેડકરજીએ સમગ્ર ભારતીય સમાજ માટે જે અમૂલ્ય એવા લોકશાહી મૂલ્યોનો જતન કરનાર ‘‘બંધારણ તા.૨૬ જાન્યુ.૧૯૫૦ના રોજ તાત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીને અર્પણ કરતા જણાવેલ કે ધર્મ-જાતિ-પંથ કરતા સૌથી કોઈ ઉપર હોય તો મારા દેશ ભારત છે. વીઆર ઈન્ડિયન્સ ફર્સ્ટલી અને લાસ્ટલી આ સૂત્રને સાકાર કરવા ભારત વર્ષ અને અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે બંધારણ બચાવ લોકશાહી બચાવ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાવા હાર્દિક અપીલ કરી હતી. મીટિંગમાં સર્વ કાશીનાથ શિરસાઠ, રાજેશભાઈ સૂર્યવંશી, મોતીલાલ સાળુંકે, ભીમરાવ સેંદાણે, સુનિલ વાલ્હે, મધુસુદન ગવઈ, નામદેવ ઝાલ્ટે, સુભાષ ઝાડે, ગોવિંદ પિંપળીસ્કર, શાંતારામ નિકમ, મનોજ આહીરે વગેરે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY