બારડોલી બેઠક પર મહિલાઓ દ્વારા સંચાલિત ૩૫ સખી મતદાન કેન્દ્રો બનશે

0
8

૩૫ સખી મતદાન મથકો ચૂંટણી પંચે નિત કર્યા
વ્યારા, તા.૧૫

આગામી તા. ૨૩મીએ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની સક્રિય ભાગીદારી રહે તે હેતુ ભારતીય ચૂંટણી આયોગ દ્વારા “જેન્ડર ઇકવીલીટી” માટેની પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક “સખી” ઉભું કરવાની સૂચના આપવામાં આવી છે.
જે અન્વયે ૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ડ સાત વિધાનસભા વિસ્તારમાં પ્રત્યેક વિધાનસભા દીઠ પાંચ મુજબ ૩૫ સખી મતદાન મથકો નિશ્ચિત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એસ.નિનામા દ્વારા જણાવાયું છે. આ અંગે વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર બારડોલી બેઠકમાં ઉભા કરાયેલા ૩૫ સખી મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ ઓફિસરથી લઇને તમામ સુરક્ષાકર્મીઓ સહિત મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે.
બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા વિસ્તારમાં ૧૫૬-માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં માંગરોળ-૧, મોસાલી-૨, આંબાવાડી-૧, આંબાવાડી-૨ અને ઝીનોરા, ૧૫૭-માંડવી વિધાનસભા મતવિસ્તારમાં ખેડપુરા, માંડવી-૨, માંડવી-૮, માંડવી-૧૩, વરજાખણ-૧, ૧૫૮-કામરેજ વિધાનસભા વિસ્તારમાં કામરેજ-૨, વેલંજા-૩, નવાગામ-૫, સીમડી, મગોબ-૧, ૧૬૯-બારડોલી વિધાનસભા વિસ્તારમાં સાંકરી, ઉતારા, પથરાડિયા, પલસાણા-૧, પલસાણા-૨, ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં કનાઇ, દેલવાડા-૨, મહુવા-૩, નલધરા-૨, અને કાછલ, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં વ્યારા-૩, વ્યારા-૧૪, વ્યારા-૧૯, વ્યારા-૨૧ અને વ્યારા-૩૨, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં આસ્ટા તર્ફે, નિઝર-૨, ઉચ્છલ-૨, સોનગઢ-૨૧ અને ચાપલધરા મહિલા સંચાલિત સખી મતદાન મથકો નકકી કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સાતે સાત વિધાનસભા મતવિસ્તારમાં ૧ એમ સાત દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. ૧૫૬-માંગરોળ વિધાનસભા વિસ્તારમાં મોસાલી-૧, ૧૫૮-માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી-૭, ૧૫૮-કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં સણિાહેમાદ-૧, ૧૬૯-બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં બારડોલી-૧૮, ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં વાલોડ-૬, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં વ્યારા-૨૨ અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સોનગઢ-૧૦ દિવ્યાંગ મતદાન મથક તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY