થરાદ,તા.૨૫
થરાદ પોલીસએ થર્ટી ફર્સ્ટમાં લઈ જવાતા દારૂ પર સપાટો બોલાવ્યો છે. જેથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ પાસેથી “પ્રેસ” લખેલી તુફાન ટેક્ષી ઝડપાઇ છે.
થરાદ પોલીસે માંગરોળ નજીકથી પ્રેસના સિમ્બોલની આડમાં વિદેશી દારૂ ભરેલી તુફાન ટેક્ષી તેમજ પાયલોટીંગ સ્કોર્પિયો સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે.
રાજસ્થાનથી ગુજરાતમાં માંગરોળ નજીકથી વિદેશી દારૂ ભરેલ તુફાન ટેક્ષી અને સ્કોર્પિયો સાથે બે શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યો છે.
તુફાન ટેક્ષીમાં ૨૭ પેટી અને તેમજ પાયલોટિંગ સ્કોર્પિયો સાથે ૭ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ મથકે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




