ધો. ૧૨ પછી નેશનલ ડીફેન્સી એકેડમીમાં પ્રવેશ મળી શકે
સુરત, તા.૧૫
ધોરણ ૧૦ અને ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર વિશેની મૂંઝવણોને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા‘કેરીયર ગાઇડન્સ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહોત્સવના અગ્યારમા અને અંતિમ દિવસે સુશ્રી સ્નેહાબેન જરીવાલાએ વિદેશમાં ભણતરની સાથે કારકિર્દી ઘડતરની તકો વિશે, જીવનભારતી સ્કૂલ અહેડના શ્રી હેતલબેન ગજજર અને શ્રી રાહુલ ૫ટેલે ‘વિદેશમાં ચાલતા વિવિધ કોર્સ’ વિશે તથા કુમારી મિત્સુ ચાવડાએ સશસ્ત્ર દળો જેવા કે આર્મી, નેવી, એરફેર્સ અને ૫ેરા મિલીટરીમાં કારકિર્દી ઘડતર વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
સુશ્રી સ્નેહાબેન જરીવાલાએ જણાવ્યુ હતુ કે, ધોરણ ૧ર બાદવિદ્યાર્થીઅો વિદેશમાં અભ્યાસ માટે જાય એટલે તેઅોને સારી યુનિવર્સિટી ચોકકસ મળે છે. ૫ણ વિદેશમાં ભણતર મોંઘુ હોવાથી વાલીઅોને લોન લઇને તેમના બાળકોને વિદેશ ભણવા માટે મોકલવાનું હોય છે. વિદેશમાંમેડીકલ, કોમર્સ, આર્ટ્સ, એન્જીનિયરીંગ અને લો ફ્લ્ડિમાં ભણતર માટે જઇ શકાય છે અને ત્યાં કારકિર્દી ૫ણ બનાવી શકાય છે.મેડીકલ માટે યુએસએ, કેનેડા અને જર્મની, કોમ્પ્યુટર એન્જીનિયરીંગ માટે યુએસએ, જા૫ાન, ઓસ્ટ્રેલિયા,કેનેડા અને આયર્લેન્ડ, કોમર્સ માટે કેનેડા, સિંગા૫ોર, યુએસએ, આર્ટ્સ માટે યુએસએ અનેકેનેડા તથા લોના વિદ્યાર્થીઓ માટે યુએસએ અને કેનેડા સારા દેશો હોવાનું તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
જીવનભારતી સ્કૂલ અહેડના સુશ્રી હેતલબેન ગજજરે જણાવ્યુ હતુ કે, વિદેશમાં ભણવા માટે જવાનું હોય ત્યારે ઘણી બધી બાબતોનું વાલીઓ અને વિદ્યાર્થીઓએ કાળજી રાખવાની હોય છે. જર્મનીમાં જર્મન ભાષામાં ભણાવવામાં આવે છે. આથી જર્મનીમાં જર્મન ભાષામાં એમબીબીએસ કર્યા બાદ ભારતમાં અંગ્રેજીમાં પ્રેકટીસ કરવાનું મુશ્કેલ થાય છે.તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને કન્ટ્રી ચેલેન્જીસ વિશે માહિતી આ૫ી હતી.
જીવનભારતી સ્કૂલ અહેડના શ્રી રાહુલ ૫ટેલે વિદ્યાર્થીઓને વિદેશમાં યુનિવર્સિટી સિલેકશન માટે સેફ્ટી, લીટરસી ૫ર્સેન્ટેજ, ડેવલ૫મેન્ટ ઇન મેડીકલ ફ્લ્ડિ, ૫ોલીટીકલ સ્ટેબીલિટી અને ભારતીયો ત્યે ત્યાંના સ્થાનિકોનો વ્યવહાર ખૂબ જ મહત્વનો હોય છે. ૫ાંચ – છ વર્ષની ફી એકસાથે ૫ણ નહીં ભરવાવિદ્યાર્થીઓ સલાહ આ૫ી હતી.આથી વિદેશમાં ભણવા જતી વખતે ખૂબ જ કાળખી રાખવાની હોય છે.
કુમારી મિત્સુ ચાવડાએ જણાવ્યુ હતુ કેવિદ્યાર્થીઓ એરફેર્સ અને નેવીમાં મેડીકલ, એન્જીનિયરીંગ વિગેરે ફ્લ્ડિમાં કારકિર્દી બનાવી શકે છે. જયારે વિદ્યાર્થીનીઓ આર્મીમાં મેડીકલ, એન્જીનિયરીંગ વિગેરે ફ્લ્ડિમાં કારકિર્દી બનાવી શકે છે. ર૮ જેટલા દેશો સાથેફેરેન અસાઇનમેન્ટ ચાલતા હોવાથી એરફેર્સ અને નેવીમાં વિદ્યાર્થીઓને ફેરેનમાં જવાનો મોકો મળે છે.ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમીમાં વેશ મેળવીને આર્મી, નેવી અને એરફેર્સમાં ઓફ્સિર માટેનો અભ્યાસ કરીને ઉચ્ચ હોદ્દા ઉ૫ર નોકરી મેળવી સારી કારકિર્દી બનાવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



