દક્ષિણ ગુજરાતમાં વાદળા છવાયા તાપમાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર

0
7

પવનની ગતિ મંદ પડતા અસહ્ના ગરમીનો અનુભવ
સુરત, તા.૧૩
એિ­લ મહિનાના ત્રીજા સપ્તાહની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો વધી ગયો છે. સાપુતારામાં કમોસમી વરસાદ બાદ વાદળછાયુ વાતાવરણ છતા ગરમીથી અસહ્ના બફારો અને ઉકળાટ નીકળતા ઉનાળાનો તાપ અનુભવાઈ રહ્ના છે. આગામી એક-બે દિવસ બાદ ઉત્તર દિશાથી પવન ફુંકાવાની સાથે ગરમી વધશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૪૦.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૬.૬ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી પવનની ગતિ મંદ પડી છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૮.૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૬.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૬ ડીગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતનું ગીરીમથક સાપુતારા ખાતે કમોસમી વરસાદ બાદ અસહ્ના ગરમી નીકળી છે. ઉકળાટ અને બફારો જાતા આગામી એક બે દિવસ બાદ પવનની દિશા ઉત્તર તરફની થવાની સાથે ગરમીનો પારો વધશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY