ચૂંટણી ફરજમાં નિયુક્ત સુરક્ષા કર્મીઓ માટે પોસટલ બેલેટ દ્વારા મતદાન

0
19

સુરત પોલીસ તાલીમ ભવનમાં મતદાન મુખ્ય ચૂંટણી અધિકારી ધવલ પટેલે કામગીરીનું નિરીક્ષણ કર્યુ
સુરત, તા.૧૩
લોકસભા ચૂંટણી દરમ્યાન શહેર બહાર ચૂંટણી ફરજમાં જનારા પોલીસ કર્મચારીઓ માટે આજે અઠવાલાઈન્સ પોલીસ તાલીમ ભવન ખાતે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલની ઉપસ્થિતિ વચ્ચે આજે સવારે અઠવાલાઈન્સ પોલીસ તાલીમ ભવન ખાતે પોસ્ટલ બેલેટ મતદાન શરૂ થયું હતું. ચૂંટણી ફરજ દરમ્યાન શહેર બહાર જનારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ અને એસઆરપીના જવાનો લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમ્યાન પોતાની ડ્યુટી ઉપરાંત મતદાન કરી સકે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત લોકસભા વિસ્તારમાં રહેતા અને ચૂંટણી ફરજમાં જનારા ૨૪૭૬ પોલીસ કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટ મતદાન સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ આજે મતદાન કર્યા બાદ ચૂંટણીના દિવસે અન્ય વિસ્તારોમાં ફરજ બજાવશે તેથી તેઅોનું મતદાન આજે યોજાયું છે. જ્યારે સામાન્ય નાગરિકો માટે સુરત સહિત રાજ્યની તમામ ૨૬ બેઠકો માટે ૨૩ એિ­લ ૨૦૧૯ના રોજ મતદાન થશે. ૨૩મે ૨૦૧૯ના રોજ લોકસભા ચૂંટણીની એકસાથે સમગ્ર દેશમાં મતગણતરી થશે તે દિવસ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ મતદાનની કાઉન્ટિંગ કર્યા બાદ સામાન્ય નાગરિકો દ્વારા ઈવીએમ પર કરેલ મતદાનની ગણતરી કરવામાં આવશે. આજે સવારથી જ પોસ્ટલ બેલેટ મતદાન માટે સરકારી કર્મચારીઅોમાં ઉત્સાહ દેખાયો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY