સાત જણાએ વિદ્યાર્થી પર ચપપુના ઘા ઝીંકી દીધા
સુરત, તા.૧૩
સરથાણામાં મોબાઈલ ફોનમાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી સાત જણાએ એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા શ્યામધામ ચોક સરસ્વતી સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા મિતકુમાર મુકેશભાઈ સાકડા સરીયાએ આરોપી એસ.બી. પટેલ ઉર્ફે કાઠીયાવાડી, પાર્થ રાટોડ, વિજય મોગલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને આરોપી મિતકુમાર વચ્ચે મોબાઈલ ફોન પર બોલાચાલી થઈ હતી. જેનુ મનદુઃખ રાખી મોટર સાઈકલ અને કારમાં આવી આરોપીઓએ દિવાળીબા નગર, હનુમાનજી મંદિર પાસે ફરિયાદી મિતકુમારને આંતરી છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



