છેલ્લા બે માસથી કોર્પોરેટર જયંતી ભંડેરી લાજપોર જેલમાં છે
સુરત, તા.૧૩
શહેર ભાજપના લાંચિયા અને સસ્પેન્ડેડ કોર્પોરેટર જેન્તી ભંડેરી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી વિદ્વાન જસ્ટિસ એ.વાય. કોગ્ઝેની કોર્ટમાં નઆ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે. એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે ગત ફેબ્રુઆરી-૨૦૧૯ના રોજ શહેર ભાજપના વોર્ડ નંબર-૮ના કોર્પોરેટર જેન્તી ભંડેરીને રૂ. ૫૦ હજાર લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયો હતો. આરોપી જેન્તી ભંડેરીએ એક ડોક્ટરને ક્લિનીકના શટરનું ડિમોલીશન નહીં કરવા દેવા તથા મનપાના અધિકારીઓબીજીકોઈ રીતે તેમને હેરાનગતિ નહીં કેર તે પેટેડોક્ટર પાસે રૂ. ૫૦ હજારની લાંચ માગી હતી. જે તેના તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ તેમને કોર્ટમાં રજૂ કર્યો હતા. લાજપોર જેલમાં મોકલી લેવાયા બાદ સુરત સેશન્સ કોર્ટમાં તેમણે જામીન અરજી કરી હતી. જેની સુનાવણી બાદ જામીના મંજૂર કરવામાં આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આ સપ્ïતાહમાં થશે. જેન્તી ભંડેરી છેલ્લા બે મહિના ઉપરાંતથી લાજપોર જેલમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



