માત-પુત્રએ પાડોશી મહિલાને ફટકારી
સુરત, તા.૧૩
પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં નજીવી બાબતમાં ઝઘડો થતા બે સભાએ માર મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. પુણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટિયા પુણા ગામ મનૃસ્મૃતિ સોસાયટી ખાતે સંદીપ અશોકભાઈ મહાજન તથા તેની માતા રહે છે. ગતરોજ રાત્રિના સુમારે મહિલા એક છોકરાને જોર-જોરથી બોલતા અટકાવતી હતી. ત્યારે ફરિયાદ બાઈને એવું લાગ્યું હતું કે, કોઈ બે વ્યકિતઓ ઝઘડી રહા છે. ત્યારે સંદીપ અને તેની માતા ને કહેવા જતા માતા-પુત્રએ મહિલાને ઢીક-મુક્કીનો માર મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પુણા પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




