પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો : બફારાના કારણે ભારે ઉકળાટ

0
8

વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ૪ ડીગ્રીનો ઘટાડો
સુરત, તા.૧૬
દક્ષિણ ગુજરાતમાં ચીખલીના જામલીયા ગામથી સાપુતારના મહુવાસ ગામ સુધી કમોસમી વરસાદ તેમજ વ્યારામાં માવઠું થતા સુરત શહેરના વાતાવરણમાં આજે સવારથી પરિવર્તન જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ના ગરમીથી રાહત મળી પરંતુ ઉકળાટ બફારો યથાવત છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૯.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૮.૦ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૦.૮ મિલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં અધિકતમ તાપમાન ૩૮.૦ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૦ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૭.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૧ ડીગ્રી નોંધાયું છે.
ગતરોજ ચીખલી, સાપુતારા અને વ્યારામાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી સુરત શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાવાની સાથે ગરમીમાં રાહત મળી હતી. આજે તાપમાનમાં ગતરોજની સરખામણીએ ૩ થી ૪ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં આવેલ પલટાની અસરથી શહેરીજનોને અસહ્ના ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે. પવનની દિશા દક્ષિણના બદલે ઉત્તર તરફની થતા આગામી દિવસોમાં ગરમી વધશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY