ઉધનાની સંજયનગર ઝુંપડપટ્ટીમાંથી પોલીસે ૩.૭૫ લાખનો દારૂ પકડી પાડ્યો

0
7

પોલીસે ઉધનામાં દારૂ ભરેલુ ટેન્કર ઝડપી પાડતા સ્થાનિક પોલીસ દોડતી થઈ
સુરત, તા.૧૭
સ્ટેટ મોનીટરિંગ સેલે દારૂના જથ્થા સાથે ટેન્કર ઝડપી પાડતા ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઉધના રોડ સંજયનગર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડી રૂ.૩,૭૯,૨૦૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
ઉધના પોલીસે બાતમીના આધારે સંજયનગર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે રૂ.૩,૭૯,૨૦૦ની કિંમતની ૨૦૦૪ દારૂની બોટલો અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૮૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી આકાશ પાસવાન, કમલેશ ઉર્ફે કાલુ સીતારામ યાદવ, ભરત ભાગી છુટવામાં સફળ થયા હતા. જ્યારે ઉધના પોલીસે આરોપી સોનુ ધનેશ તિવારીની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY