જુદા જુદા બે સ્થળે મોટર ચોરીના કિસ્સા નોંધાયા
સુરત, તા.૧૭
માંડવી તાલુકાના વાવ અને કેવડીયા ખાતે આવેલા જુદા જુદા બે ખેતરમાં મુકેલ બે સબમર્સીબલ મોટરોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના કેવડીયા ગામના નિશાળ ફળીયા ખાતે અમૃતભાઈ રાનીયાભાઈ ચૌધરી રહે છે. તેમનું એક ખેતર બોધાન વાવ ખાતે આવેલું છે. તેમના ખેતરમાં પાણી ખેંચવા માટે પાંચ હોર્સ પાવરની રાજદૂત કંપનીની સબમર્સીબલ મોટર છે. આ મોટરની કિંમત રૂ.૧૦ હજાર છે. જ્યારે કેવડીયા ગામ ખાતે આવેલ મેહુલ પટેલના ખેતરમાં ૭.૫ હોર્સ પાવરની દેડકો કંપની મોટર છે. જેની કિંમત રૂ.૧૦ હજાર થાય છે. ગત તા.૬ અને ૧૩મી એિલના રોજ કોઈ અજાણ્યા ઈસમોએ આ બંને મોટરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રૂ.૨૦ હજારની કિંમતની મોટર ચોરીની ફરિયાદ ગતરોજ માંડવી પોલીસ મથકે નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




