મફત કાર્ડિયાક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

0
322

સુરત, તા.૨૫
ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ તથા પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેકર્સ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત તારીખ ૨૩-૧૨-૨૦૧૮ રવિવારે સવારે ૧૦ થી ૩ ખવાજા ગરીબ નવાઝ ઓપીડી સેન્ટરમાં કાર્ડિયાક સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવ્યું. જેમાં હાઈટ વેઈટ, બી.એમ.આઈ., બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, ઈસીજી, ફીઝીશીયન કાર્ડિયોલોજીસ્ટ સાથે કન્સલ્ટેશન મફત કરવામાં આવ્યું. જેમાં ડો. વિશ્મય પરમાર તથા તેમની પૂરી ટીમે સેવા આપી હતી અને ૭૫ જેટલા દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઈ ચીડીમાર, આસીફભાઈ રાજવાણી, નુસરત મોલ્વી, સાજીયા શેખ, બુસરા શેખ, એયમન ચીડીમાર, બકુલ પટેલ વગેરે હાજર રહી આ કાર્યક્રમને સપળ બનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY