સુરત મહાનગરપાલિકા દ્વારા કાલથી ગોપી કલા ઉત્સવ

0
238

તા.૩૧’મી સુધી દરરોજ સાંજે વિવિધ કાર્યક્રમો યોજાશે
સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપી કલા ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તા.૨૬-૧૨-૨૦૧૮ થી તા.૩૧-૧૨-૨૦૧૮ દરમ્યાન દરરોજ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ કલાક સુધી નવપલ્લવિત ગોપી તળાવ, કોટસફીલ રોડ, સુરત ખાતે કરવામાં આવેલ છે. દેશની સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે ભાવિ પેઢીને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે યોજાનાર આ ગોપી કલા ઉત્સવ ૨૦૧૮નો શુભારંભ તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજ સાંજે ૭.૦૦ કલાકે સુરત શહેરની કલા પ્રેમી જનતાની ઉપસ્થિતિમાં યોજાશે. શહેરની શાળા તથા સંસ્થાઓના બાળકોનું કલાકારોને પ્રોત્સાહન મળે અને નગરજનોને વૈવિધ્યપૂર્ણ મનોરંજન મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૨૬-૧૨-૨૦૧૮ થી તા.૩૧-૧૨-૨૦૧૮ દરમ્યાન દરરોજ સાંજે ૭.૩૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી ગોપી તળાવ ખાતે વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમું આયોજન કરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૬મી ડિસેમ્બરથી સતત ૬ દિવસ સુધી ગોપી કલા ઉત્સવ ૨૦૧૮ અંતર્ગત નગરજનોના મનોરંજન માટે શહેરની મધ્ય ભાગમાં જ સાકાર થયેલા ગોપીતળાવ ખાતે ચાલનારા વૈવિધ્યપૂર્ણ સંગીતના સથવારે ચર્તુમુખી વાવ, એન્વાયરમેન્ટ ઝોન, ફુડ ઝોન, કિડ્સ ઝોન, ડાન્સિંગ ફુવારા, ગઝેબો તેમજ ગોપી તળાવના અનન્ય નઝારાને માણવા ટીકીટ મેળવી પ્રવેશ મેળવી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY