ગયેલા રત્નકલાકારના ઘરમાં તસ્કરોનો હાથફેરો
સુરત, તા.૧૮
કામરેજ-વેલંજા ગામ સ્વાગત રો હાઉસના એક રત્નકલાકારના બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૯૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર તઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આઈપીસી ૪૫૪, ૪૫૭ તથા ૩૮૦ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના વતની અને હાલમાં કામરેજ તાલુકાના વેલંજા ગામના સ્વાગત રો હાઉસ ખાતે રહેતા સંજયભાઈ જમનાદાસ મારકણા હીરા ઘસવાનું કામ કરે છે. ગત દિવસોમાં તેઅો પોતાનું મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના ઘરની ગ્રીલના નકુચા સાથેનું તાળુ તોડી અંદર પ્રવેશી ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.૧.૯૩ લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ સંજયભાઈ મારકણાને થતા તેમણે કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



