બે વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત, તા. ૨૫
એમ્બ્રોઈડરી જાબવર્કની કામગીરીના રૂપિયા ૭.૯૫ લાખની ચૂકવણી નહીં કરનાર બે વેપારીની સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે, પોલીસે આ ફરિયાદ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા યોગીચોક યોગીનગરમાં રહેતા મનિષભાઈદેવચંદભાઈ રાંકે આરોપી વેપારી શરદ શામજી રાડકીયા, જશવંતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વેપારીઓએ ફરિયાદી પાસે સાડીનું જાબવર્ક કામ કરાવ્યું હતું. જેનું રૂપિયા ૭,૯૫,૧૪૩૭ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
અને છેતરપિંડી કરનાર બન્ને વેપારી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું પોલીસ સૂત્રોમાં જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



