મીટર પેટીમાં આગ લાગતા બિલ્ડિંગના રહીશોમાં ભય
સુરત, તા.૨૦
આજે મળસ્કે ચારેક વાગ્યાના સુમારે ઘોડદોડ રોડ જનતા આઈસ્ક્રીમની ગલીમાં આવેલ કુંલુનાથ ટાવરમાં શોર્ટ સર્કિટથી જનરેટર અને મીટર પેટીમાં આગ લાગી હતી. આગના લીધે ટોરંટ કંપનીના મીટરને નુકસાન થયું હતું. તે સિવાય અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મળસ્કે ૪ વાગ્યાના સુમારે ઘોડદોડ રોડ કુંથુનાથ ટાવરમાં શોર્ટ સર્કિટ થતા ફાયર સ્ટાફ તાત્કાલિત ઘટના સ્થળે રવાના થયો હતો. જનરેટરમાં શોર્ટ સર્કિટના લીધે મીટર પેટી સળગી ગઈ હતી. આથી એપાર્ટમેન્ટમાં પાવર સપ્લાય બંધ થતા તમામ રહેવાસીઅો નીચે ઉતરી આવ્યા હતા. સવારે અજવાળુ થતા ફ્લેટ ધારકો ફ્લેટમાં ગયા હતા. શોર્ટ સર્કિટના લીધે મીટર પેટી સળગી ગઈ હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ પરંતુ પાવર કટ થતા લીફ્ટ બંધ થઈ હતી. જેથી ફ્લેટ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




