તા.૨૨’મીએ ફાળવેલા મતદાન કેન્દ્રો પર કર્મચારીઓએ હાજર થઈ જવું પડશે
સુરત, તા.૨૦
આગામી ૨૩મી એિલના રોજ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ૨૬ લોકસભા બેઠક પર એક સાથે ચૂંટણી યોજવાની છે. ચૂંટણી ફરજ ઉપર સરકારી અર્ધસરકારી કર્મચારીઓને ડ્યુટી ફાળવવામાં આવતા સોમવાર અને મંગળવારે સરકારી ઓફિસોમાં કામગીરી ખોરંભે ચઢશે.
લોકસભા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી ૨૩મી એિલના રોજ યોજવાની છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે ભારતીય ચૂંટણી તંત્રના આદેશથી રાજ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ તતા શિક્ષકોનો ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિયુક્ત કરાતા હોય છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, સુડા, સરકારી અર્ધસરકારી, સહકારી બેંકોના કર્મચારીઓ, ખાનગી સરકારી સ્કૂલ કોલેજા તેમજ યુનિવર્સિટીનો સ્ટાફ, પોલીસ, હોમગાર્ડ, એસઆરપી ચૂંટણી ડ્યુટીમાં જોતરાય હોય છે. ૨૩મી એિલના રોજ ચૂંટણી યોજવાની હોવાથી ચૂંટણી ફરજમાં જાતરાયેલ તમામ સરકારી અર્ધસરકારી કર્મચારીઓને ૨૨મી એિલના રોજ સવારે જે તે લોકસભાની વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ફાળવેલ ડીસ્પેચ એન્ડ રીસીવર સેન્ટર ખાતે હાજર થવાનું હોય છે. ત્યાંથી મતદાન માટેની જરૂરી સાધન સામગ્રી ઈવીએમ મશીન લઈને બપોર બાદ જે તે મતદાન કેન્દ્ર ઉપર પહોîચી જવાનું હોય છે. મોટાભાગના ચૂંટણી ડ્યુટીમાં જાતરાયેલ સ્ટાફને જે તે મતદાન કેન્દ્ર ખાતે જ રાત્રિ રોકામ કરવાનું હોય છે અને બીજા દિવસે ૨૩મી એિલના રોજ વહેલી સવારથી મોકપોલ બાદ મતદાન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આમ ચૂંટણી ડ્યુટીનો સ્ટાફ બે દિવસ કામગીરીમાં જાતરાયો રહેશે. જેથી સોમવાર અને મંગળવારે બે દિવસ સરકારી અર્ધસરકારી કચેરીઓમાં સટાફની અછતથી રૂટીન કામગીરી ખોરંભે ચડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




