રિસીવિંગ સેન્ટરમાંથી ફરજ નિયુકત કર્મચારીઓને ઈવીએમનું વિતરણ

0
3

ફરજ મુજબ ચૂંટણી પંચના કર્મચારીઅો આજે સાંજે મતદાન કેન્દ્ર પર પહોંચી જશે
સુરત, તા.૨૧
આજે સવારથી જ ચૂંટણી કામગીરીમાં જાતરાયેલ કર્મચારીઓને રેન્ડમલી મતદાન કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ જે તે મતદાન કેન્દ્રનો સ્ટાફ ઈવીએમ સહિત જરૂરી સાધન સામગ્રી સાથે પોતાની ટીમ બનાવી મતદાન કેન્દ્ર પર રવાના થયા છે.
સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં એમટીબી આર્ટસ કોલેજ અને ટીએન્ડïટીવી સ્કૂલ ખાતે બે ડીસ્પેજ એન્ડ રિસીવિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આવતીકાલે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે રોકાયેલ તમામ સ્ટાફ સવારે જે તે ડીસ્પેજ સેન્ટર ખાતે હાજર થયા હતા. કોમ્પ્યૂટર દ્વારા રેન્ડમલી જે તે મતદાન કેન્દ્ર માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ જે તે મતદાન કેન્દ્ર પ્રમાણે ઈવીએમની ફાળવણી બાદ પોલીંગ સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી. દરેક ટીમને ઈવીએમ મશીન સહિત મતદાન પ્રક્રિયા માટે જરૂરી સાહિત્ય અને સાધન સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમટીબી કોલેજ અને ટી એન્ડ ટીવી સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની હાજરી વચ્ચે બન્ને સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા. ચૂંટણી સ્ટાફને સ્ટેન્ડ બાય માટે પણ ઈવીએમ અને સ્ટાફની ફાળવણી થવાની છે. આજે સવારની શાંતિપૂર્વક રીતે ચૂંટણી સ્ટાફની કામગીરી શરૂ થઈ છે. બપોર સુધી જરૂરી સાધન સામગ્રી લીધા બાદ પોલિંગ સ્ટાફ જે તે મતદાન કેન્દ્ર તરફ રવાના થશે. મતદાન કેન્દ્ર સુધી જવા માટેના રૂટ પર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ મતદાન કેન્દ્ર પર ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY