આવતીકાલે મતદાન અંગે તમામ ટેક્સટાઈલ્સ માર્કેટોમાં રજા જાહેર

0
2

ફરજીયાતપણે મતદાન કરવા મતદારોને ફોસ્ટાની અપીલ
સુરત, તા.૨૨
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)એ તા.૨૦-૪-૨૦૧૯ના રોજ બેઠક યોજી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૨૩મી એિ­લ ૨૦૧૯ના રોજ મંગળવારે યોજનાર લોકસભા ચૂંટણી માટે તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે સાથે જ ફોસ્ટાએ તમામ વેપારી ભાઈઓ અને મજદૂર ભાઈઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે જણાવ્યું હતું.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન વેપારી ભાઈઓ, કર્મચારીઓ, મજદૂરભાઈઓને સૂચિત કરે છે કે ૨૩મી એિ­લ ૨૦૧૯ના રોજ મંગળવારે યોજાનાર લોકસભાની ચૂંટણીઓમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રના આ પાવન પર્વમાં આપના બંધારણીય અધિકાર અને કર્તવ્યનું પાલન કરો. આપ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી આપના અોળખનો પુરાવા સાથે રાખી મતદાન અવશ્ય કરજો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY