સુરત,તા.૨૨
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં અનિયમિત આવતા પાણીને કારણે કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણીની અનિયમિતતાના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોમાં નારાજગી જાવા મળી રહી છે.
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રોફેસર, ન‹સગ સ્ટાફ તેમજ ચોથા વર્ગના કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ સહિત ૩૦૦થી વધુ સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે. આ સ્ટાફ ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓ હાલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ક્વાર્ટર્સમાં પાણીનો પુરવઠો અનિયમિત અને ઓછાં પ્રમાણમાં આવી રહ્યો છે.
રૂ.૪૦૦૦ થી ૧૫૦૦૦ સુધીનું ભાડું પગારમાંથી કપાવવા છતાં સમયસર અને પુરતાં જથ્થામા પાણી પુરવઠો ન મળતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સવાર અને સાંજ બે ટાઈમ સિવિલના પીઆઈયુ વિભાગ દ્વારા સ્ટાફ ક્વાર્ટર્સમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જાકે છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠો સમયસર આવતો ન હોવાથી કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો પરેશાન થઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



