૨૦૦૧ના ભૂકંપમાં બન્ને બહેનો ત્રણ દિવસે કાટમાળ હેઠળથી જીવીત નીકળી હતી
સુરત, તા.૨૪
પાલ ખાતે આવેલા ગુરૂરામ પાવન ભૂમિમાં બે બહેનોનો ત્રી-દિવસીય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં આજે બંને બહેનોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે -યાણ કર્યું હતું. ખંડોર પરિવારે દીકરીઓની દીક્ષાને વધાવી લીધી હતી.
મૂળ કચ્છના ભચાઉના દિનેશભાઈ રમેશભાઈ ખંડોર સુરતના વરાછામાં એલએચ રોડ પર આવેલા ત્રિક્મ નગરમાં રહે છે. અને હોલસેલ કાપડનો વેપાર કરે છે. તેમને સંતાનમાં પાંચ દીકરીઓ છે. જે પૈકીની યશ્વી અને રીયાએ દીક્ષાનો નિર્ણય કર્યો હતો. જેથી પરિવારને આ નિર્ણયને ખુશીથી વધાવી લીધો હતો. પરિવારે જણાવ્યું હતું કે, ૨૦૦૧માં ભૂકંપમાં વતનમાં અમારા મકાનના કાટમાળ નીચે દોઢ વર્ષની યશ્વી અને ૩૫ દિવસની રીયા ત્રણ દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલી રહી હતી. ત્યારબાદ રેસ્ક્યુ કરીને જીવિત બહાર નીકળી હતી. દરમિયાન ગુરૂ મહારાજ આચાર્ય કલાપૂર્ણ સુરીસ્વરજી મહારાજ સાહેબ પાસે લઈ ગયા હતા. ભૂકંપ બાદ આશીર્વાદ આપ્યા હતા અને બંને દીકરીઓ દીક્ષા લેશે તેવું જણાવ્યું હતું.
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાંથી જ બંને બહેનોને ભક્તી માર્ગે હતી. દરમિયાન યશ્વીએ ધોરણ ૧૧ સુધીનો અભ્યાસ કર્યો હતો. અને રીયાએ ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આચાર્ય વિમલ-ભસુરીશ્વર મહારાજની નિશ્રામાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ગત ૨૨મીના રોજથી ત્રી-દિવસીય દીક્ષા મહોત્સવની શરૂઆત થઈ હતી. જેમાં વરધોડા બાદ આજે દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં બંને બહેનોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. યશ્વીએ દીક્ષા ગ્રહણ કરી જિન મીયા શ્રીજી અને રીયાએ જિન લીયા શ્રીજી નામ ધારણ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




