૧૧ મહિના પહેલાં જ લગ્ન કરી વહુ સાસરે આવી હતી
સુરત, તા.૨૪
કાપોદ્રા વિસ્તારમાં એક પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા સાસરિયા સામે આઈપીસી-૩૦૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા કૃષ્ણ નગર ગીરનાર સોસાયટી પાસે વિજય નરસિંહ ચૌહાણ, અજય નરસિંહ ચૌહાણ તથા ગીતાબેન નરસિંહ ચૌહાણ વિગેરેઓ એ પરિણીતાને નાની-નાની બાતોમાં મહેણા-ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી પિતાની પુત્રીના ૧૧ માસ પહેલા લગ્ન થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



