તાકીદે દોડી આવેલા ફાયર બ્રિગેડે મોટી હોનારત ટાળી
સુરત, તા.૨૫
આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે માનદરવાજા રૂષભ પેટ્રોલપંપ ઉપર અચાનક આગ લાગતા બે બાઈક સળગી ગઈ હતી જ્યારે પેટ્રોલ પુરવા માટે આવેલ બે લોકોને સામાન્ય આગ લાગી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે માનદરવાજ રૂષભ પેટ્રોલપંપ પેટ્રોલ પુરવા માટે આવેલ બાઈકમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. હિરો હોન્ડા પેશન પ્લસ જીજે-૦૫-કેજી-૯૯૫૮ તથા એક્ટિવા જીજે-૫-ડીએ-૩૩૭૫માં પેટ્રોલ પૂરતી વખતે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અસહૃય ગરમીના લીધે તાપમાનનો પારો ઊંચો જવાથી પેટ્રોલપંપ પર આગ લાગતા બાઈકની સીટ કવર સળગી ગઈ હતી. આ ઉપરાંત પેટ્રોલ પૂરવા માટે આવેલા તારાબેન ટેલર અને કિશોર પાલીવાલને સામાન્યડ ઝાળ લાગી હતી. બનાવની જાણ થતા તાત્કાલિક માનદરવાજા ફાયર સ્ટેશનથી ઓફિસર ક્રિષ્ણા મોઢ સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લેવામાં સફળ થયા હતા પેટ્રોલ પંપ ઉપર બે વાહનોમાં આગથી ત્યાં હાજર અન્ય વાહનો ચાલકો અને કર્મચારીઓમાં નાસ ભાગ મચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



