આગામી તા. ૩૦મીએ કોર્ટ સજાની સુનાવણી કરશે
સુરત, તા.૨૬
છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા અને બળાત્કાર કેસના આરોપી નારાયણ સાંઈ અને તેની સાથેના અન્ય ૧૦ આરોપીઅોનો ટ્રાયલ પૂરી થતા અદાલતે આરોપી નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટ દ્વારા આગામી ૩૦મી એપ્રિલે સુધી સજા હુકમ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. ૩૦મી એપ્રિલ સજા જાહેર કરવામાં આવશે. અન્ય પાંચ આરોપીઅોને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ ગુનાની ઘનિષ્ઠ તપાસ ત્કાલિકન એસીપી મુન્શી દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કાર કેસમા઼ નારાયણ સાંઈને મદદગારી કરનાર અન્ય સેવકો ગંગા, જમના, હનુમાન અને ડ્રાઈવરને પણ અદાલતે દોષિત જાહેર કર્યા છે.
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત ૧૦ આરોપીઅો સામેની ટ્રાયલ પુરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ તથા આરોપીઅોને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું પણ અદાલતે જણાવ્યું હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિનય શુકલા અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા શહેરની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસ મથક બળાત્કારની બે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં એક આશરામ બાપુ તથા પીજી નારાયણ સાંઈ સામે હતી. આશારામ બાપુ સામે નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ ઝીરો નંબરથી ચાંદખેડા પોલીસ મથક અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે નારાયણ સાંઈ સામે નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ૫૮ દિવસ સુધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતા-ફરતા નારાયણ સાંઈને સુરત અને દિલ્હી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી હરિયાણા કુરૂક્ષેત્ર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈ અને તેની સાથે ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પુરી થતા આ કેસનો અંતિમ ચુકાદો શુક્રવારના રોજ બપોરે ૧ઃ૩૦ કલાકે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓનેશહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પુરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું પણ અદાલતે જણાવ્યું હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિનય શુકલા અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા શહેરની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસ મથક બળાત્કારની બે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં એક આશરામ બાપુ તથા પીજી નારાયણ સાંઈ સામે હતી. આશારામ બાપુ સામે નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ ઝીરો નંબરથી ચાંદખેડા પોલીસ મથક અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે નારાયણ સાંઈ સામે નોંંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ૫૮ દિવસ સુધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતા-ફરતા નારાયણ સાંઈને સુરત અને દિલ્હી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી હરિયાણા કુરૂક્ષેત્ર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈ અને તેની સાથે ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પુરી થતા આ કેસનો અંતિમ ચુકાદો શુક્રવારના રોજ બપોરે ૧ઃ૩૦ કલાકે જાહેર કરવામાં આવ્યો હતો. નેહા દીવાન અને અજય દીવાન તરફે એડવોકેટ વિનય શુકલા દલીલો કરી હતી. આ બન્ને આરોપીઓને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત મોહિત ભોજવાણી, ચિન્ટુ અને મોનિકાને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. દોષિત ઠરાવવામાં આવેલા આરોપીઓને અદાલત દ્વારા ૩૦મી એપ્રિલ ૨૦૧૯ના રોજ સજાનો હુકમ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




