મચ્છરોનો નાશ કરી સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાતની દિશામાં અગ્રેસર બનવાનો અનુરોધ
સુરત, તા.૨૬
૨૫મી એપ્રિલ-વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઓલપાડ તાલુકાના દિહેણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી’ ‘મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી’ અભિયાન હેઠળ પ્રદર્શન, રેલી, નાટક યોજવામાં આવ્યા હતા. ટી.એચ.ઓ. ડો.પી.વી.સેલર અને પ્રા.આ.કેન્દ્ર દિહેણના મે.ઓ.શ્રી ડો.હેમાક્ષી દેસાઈના માર્ગદર્શન હેઠળ મેલેરીયા રોગના લક્ષણો, સારવાર, અટકાયતી પગલાં તથા જનજાગૃતિ માટે જનસમુદાયને જાણકારી આપવામાં આવી હતી. આ વેળાએ અશ્વિન પટે.લ, પ્રિયકાન્ત પટેલ, દિપીકા પટેલ, વાયબ્રન્ટ નર્સીગ કોલેજના નેહા પટેલ તથા કોલેજના વિદ્યાર્થીઓ, આશા વર્કર બહેનોએ હાજરી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



