ખરાઈ નહીં થઈ હશે તો ચૂકણું સ્થગિત કરાશે
વલસાડ, તા.૨૬
વલસાડ જિલ્લા તિજોરી(તાલુકા સહિત) આઇ.આર.એલ.એ. સ્કીઆમ હેઠળ પેન્શ ન મેળવતા પેન્શ નરો/ કુટુંબ પેન્શ-નરોએ તેમની નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની હયાતીની ખરાઇ જુન-જુલાઇ-૧૯ એટલે કે તા.૦૧/૦૫/૨૦૧૯ થી તા.૩૧/૦૭/૨૦૧૯ સંબંધિત બેંકમાં હયાતીની ખરાઇ કરાવવાની રહશે. તેની સાથે જન્મટ તારીખના પુરાવા તરીકે પાનકાર્ડ, ઓળખપત્ર તથા સંપર્ક નંબર અને કાયમી સરનામું તથા પુરુષ પેન્શમનરે પુનઃ લગ્ન ન કર્યાનું તથા પચાસ વર્ષથી ઓછી ઉંમરવાળીસ્ત્રી પેન્શરનરે પુનઃ લગ્ન ન કર્યાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવી તથા મુદતી પેન્શાનર હોય તો આવકનો દાખલો લઇ સંબંધિત બેંકમાં હયાતીની ખરાઇ કરવી લેવાની રહેશે. જે પેન્શાનર હયાતીની ખરાઇ કરવામાં નિષ્ફધળ જશે તો તેમનું માહે ઓગસ્ટા -૨૦૧૯નું ચૂકવણું સ્થખગિત કરવામાં આવશે. કોઇ રજુઆત હોય તો કચેરીના સમય ૧૧ થી ૨ દરમિયાન કરી શકાશે. વિદેશમાં રહેતા પેન્શેનરોએ તેઓની હયાતી નોટરી પાસે ફોટા સહિત બેંક/શાખા, પી.પી.ઓ નંબર ખાતા નંબર લખીને કરાવવાનું રહેશે. અત્રેની કચેરીની પૂર્વ મંજુરી વિના જે પેન્શશનરોએ તેઓની બેંકની શાખા બદલેલ હશે તેવા પેન્શેનરોની હયાતીની ખરાઇ કરવામાં આવશે નહી. ચાલુ નાંણાકીય વર્ષ દરમિયાન જે પેન્શેનરોએ આવક વેરાના હેતુ માટે રોકાણ કરનાર હોય તેવા જે પેન્શ.નરોએ અત્રેની કચેરીને રોકાણની માહિતી પુરી પાડવાની રહેશે. વધુમાં જેમણે જિલ્લા તિજોરી કચેરી ખાતે આધારકાર્ડની નકલ તથા સંમતિપત્ર રજૂ કરેલું ન હોય તેમણે ફરજિયાત આધારકાર્ડની નકલ રજૂ કરવા જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



