માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે સુરતમાં વિરાટ ભાષા સંમેલન યોજાયું

0
9

ભાગ્યેશ જહાએ ભાષા પ્રેમીઓને રસ તરબોળ કર્યા
સુરત, તા.૨૯

“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન – સુરત શાખા” દ્વારા લાઈફ મોલ્ડીંગ એકેડેમી અને નિમ્બાર્ક સત્સંગ મંડળના સહયોગથી દિનાંક ૨૬ એપ્રિલ,૨૦૧૯ ના રોજ સરદાર સ્મૃતિ ભવન,વરાછા રોડ ખાતે એક “વિરાટ ભાષા સંમેલન” નું આયોજન થયું,જેમાં નાનુભાઈ વાનાણી, કાંતિભાઈ બલર, ડૉ. કનુભાઈ માવાણી, વિનોદભાઈ મોરડિયા જેવા અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનંતવિભૂષિત પ.પૂ.જગદ્ગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણજી દેવાચાર્ય શ્રી શ્રીજીમહારાજ અને પ.પૂ.મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી લલિતકિશોરશરણજી મહારાજ (લીંબડી) જેવા સંતદ્વયના આશીર્વચનોથી માતૃભાષા ગૌરવના શિખરે વિરાજિત થઈ હતી.
આ બધાને અનેરી રીતે સાંકળવાનું અને બધાને એક સાથે મંચસ્થ કરવાનું કામ સુરતના અગ્રગણ્ય સામાજિક કાર્યકર્તા અને બ્રિલિયન્ટ વિદ્યાલયના સંચાલક શ્રી સંજય ડુંગરાણીએ સફળતાપૂર્વક કર્યું હતું.ન્યાસના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહે ન્યાસનાં લક્ષ્ય, કાર્ય અને કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત સમજ આપી હતી અને ન્યાસના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ એમની આગવી લાક્ષણિક છટામાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાની ગરિમા ઝંકૃત કરતું પ્રવચન આપી હાલમાં ઉપસ્થિત ૮૦૦ જેટલા ભાષાપ્રેમીઓને રસતરબોળ કર્યા. એક બાજુ ગુજકેટની પરીક્ષા અને બીજી બાજુ ભરબપોરે ૩ થી ૬ નો કાર્યક્રમ…અને છતાં શિક્ષકો અને ભાષાપ્રેમી સુરતના મહાનુભાવોની આટલી મોટી સંખ્યાથી માતૃભાષાનું અનેરું ભાવજાગરણ થયું.
કાર્યક્રમની શરૂઆતમાં જ નવમા ધોરણમાં ભણતી કુ.ભાષા વાઘાણીની માતૃભાષા વિશે છટાદાર અભિવ્યક્તિથી સમગ્ર સભાજનો અતિ પ્રભાવિત બન્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY