ગુનામાં એટ્રોસિટી એક્ટની કલમ રદ કરવાની પોલીસની અરજી કોર્ટે ફગાવી

0
9

પંડોળમાં યુવકના હત્યા કેસમાં
પોલીસ અધિકારીને કલમ રદ કરવાની સત્તા નથી : અદાલત
સુરત, તા.૨૯
વેડરોડના પંડોળ વિસ્તારમાં પોલીસે હત્યાના એક ગુનામાં એટ્રોસટિ એક્ટ લગાડ્યો હતો. જેને પાછળથી રદ્દ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેને ફગાવવામાં આવી છે.
તા.૨૦-૩-૨૦૧૯ના રોજ પંડોળ ખાતે ખોડાભાઈ બાબરીયાની હતયા થઈ હતી. આ ગુનામાં ચોકબજાર પોલીસે એટ્રોસટિ એક્ટ હેઠળની કલમોને ઉમેરો કરવા સાથે આરોપી વિક્રમ ઉર્ફે મુન્ïના ચૌહાણની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલતા આરોપીને જયુડીશિયરી કસ્ટડી હેઠળ લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસમાં પાછળથી ચોકબજાર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળની કલમને પૂરતું સમર્થન ન મળતાં તેને રદ્દ કરવાની માંગ કરી હતી. ફરિયાદી તરફે હાજર રહેલા એડવોકેટ અશ્વિન જોગડીયાએ કોર્ટમાં રજૂત કરી હતી કે, પોલીસ તપાસ ચાલુ હોય ત્યારે કોઈપણ કલમ રદ કરવાની સત્તા તેમની પાસે હોતી નથી. ક્રિમીનલ પ્રોસિજર કોડ એક્ટમાં ક્યાંય પણ તપાસ કરનાર અધિકારીને કલમ રદ કરવાનીï સત્તા હોતી નથી. બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કલમ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY