કાલે નગર પ્રાથમિક શાળા સંચાલિત ઉર્દૂ શાળા ધો.૮નું પરિણામ જાહેર થશે

0
33

ઉર્દૂ માધ્યમ ધોરણ ૯માં ફરી પાછી એડમીશનની સમસ્યા
સુરત, તા.૨૯
આપણાં આપણાં સુરત શહેરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લઘુભાષીની ઉર્દૂ માધ્યમમાં આશરે ૩૦ જેટલી શાળાઓ આવેલી છે. જેમાં ધો.૧ થી ૮ સુધી લઘુમતિ સમાજનાં બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ધો.૮ સુધી અભ્યાસ કર્યા પછી આ વિદ્યાર્થીઓને પ્રશ્ન સતાવે છે કે, હવે ધોરણ ૮ પછી શું ? એટલે કે ઉર્દૂ માધ્યમમાં માત્ર ધો.૮ પછી માત્ર સુમન શાળાનાં ફક્ત બે જ વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં આશરે ૧૦૦ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. પણ આ ઉર્દૂ માધ્યમની આશરે ૩૦ જેટલી શાળાઅો છે. જા ૩૦ શાળાઅોમાં ૧ શાળામાં ધો.૮નાં બે વર્ગો હોય તો તમામ ઉર્દૂ શાળાનાં ૩૦૦૦ બાળકો માટે ધોરણ ૮ પછી સુમન શાળાની કોઈ વ્યવસ્થા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કરેલ નથી. સુરત શહેરનાં લીંબાયત વિસ્તારની વાત કરીએ તો આ લઘુમતિ સમાજની કન્યાઓ માટે ધોરણ ૮ પછી સુમન શાળાની કોઈ જાતની વ્યવસ્થા નથી. ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરતી કન્યાઓને પોતાના વિસ્તારથી ૧૦ કિ.મી. દૂર આવેલી શાળાઓમાં મજબૂરીથી ભણવા જવું પડે છે
નેતાઓ લોકોને લોભામણી વાતો કરી લોલીપોપ આપતા જોવા મળે છે. તો આ ઉર્દૂ માધ્યમની લઘુભાષીની કન્યાઓ ધોરણ ૮ પછી સુમન શાળા વિશે પ્રશ્ન પૂછે છે એટલે અધિકારીઓ મગનું નામ મરી પાડતાં નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કેટલીક લઘુમતિ શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા નથી તો ક્યાંક એક-એક શિક્ષક બે-બે કલાક (વર્ગ) સંભાળે છે અને મીઠીખાડી જેવા સ્લમ વિસ્તારના લઘુમતિ સમાજનાં બાળકો ઉર્દૂ માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે. આ કુમળી વયના બાળકોનાં ભવિષ્યની કોઈને પડી નથી તેવું ફલિત થાય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY