સરથાણાના રત્નકલાકારના ખાતામાંથી રૂ. ૬૯ હજાર ગાયબ

0
15

સુરત, તા.૨૯
ઓનલાઈન ઠગાઈના બનાવો વધતાં જાય છે. બેન્કના નામે ફોન કરી કાર્ડના નંબર મેળવી રૂપિયા ઉપાડી લેનારા મીટરોનો ભોગ અનેક લોકો બની ચૂક્યાં છે. બેન્ક તરફથી વારંવાર કાર્ડ નંબર પાસવર્ડ કોઈને ન આપવાની સૂચના આપવામાં આવે છે. તેમ છતાં લોકો ચીટરોનો ભોગ બની રહ્નાં છે. આવો જ એક બનાવ સરથાણાના રત્નકલાકાર સાથે બન્યો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા રામેશ્વર રેસિડેન્સીમાં રહેતા રત્નકલાકાર હિરેનભાઈ પ્રેમજીભાઇ સવાણીએ અજાણ્યા મોબાઈલફોન ધારક સામે ફરિયાદનોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અજાણ્યા વ્યકિતએ અલગ-અલગ મોબાઈલ ફોન નંબર ઉપરથી ફરિયાદીને ફોન કરી એસબીઆઈ ક્રેડીટ કાર્ડ વિભાગમાંથી બોલું છું, તેમ કહીને ફરિયાદીના ક્રેડીટ કાર્ડનો નંબરો મેળવી રૂપિયા ૬૯૦૦૦નું ટ્રાન્ઝેકશન કરી ઠગાઈ કરી હતી. સરથાણા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY