સુરત, તા.૨૯
રૂ. ૨.૦૬ લાખની કિંમતનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવનારા ત્રણ જણાં સામે કાપડ વેપારીએ ફરિયાદ નોîધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ડભોલી રોડ, નાથદ્વારા સોસાયટીમાં રહેતા જગદીશ વિઠ્ઠલભાઈ ગઢીયાએ આરોપી ભૌમિક લાલજી લખાણી, લાલાજી લખાણી, સન્ની જોષી (કતારગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૪૫ દિવસના વાળંદે રૂ. ૨,૦૬,૯૬૨નું કાપડ ખરીદી સમય મર્યાદામાં પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




