કતારગામ અને લીંબાયતમાં જુગાર રમતા ૨૧ જુગારી ઝબ્બે

0
8

સુરત, તા.૨૯
લીંબાયત અને કતારગામ પોલીસે જુગાર રમતાં ૨૧ જણાંની ધરપકડ કરી રૂપિયા એક લાખથી વધુની મતા કબજે કરી હતી.
લીંબાયત પોલીસે નવાનગરમાં જુગાર રમતાં સુભાષ વાણી, પ્રવીણ પાટીલ, અમોલ પાટીલ, કિશોર પાટીલ, રાકેશ વાણી, દીપક પાટીલની ધરપકડ કરી રોકડા રૂપિયા ૨૫,૮૮૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કતારગામ પોલીસે જેરામ મોરારની વાડી મકાન નં. એ/૪૭ના મકાનમાં દરોડા પાડી જુગાર રમતા ઈન્દ્રજીત સહાની, રણજીતસિંગ, પ્રકાશ બાબરિયા, હરિશ કુમાર સિંઘ, રંજયકુમાર સિંઘ, બ્રિજેશકુમાર સિંઘ, ભરત જાગડિયા, વિશાળકુમાર સિંઘ, અમિતકુમાર સિંઘ, અભિમન્યુ, ભીમસિંગ, પ્રકાશ ઉર્ફે પ઼કજ રાઠોડ, સંજય બોરીચા, અશોક બોરીચા, જયબાલુસિંગની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસે રોકડા રૂપિયા ૧૩ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૭૬,૫૫૦ની મતા કબજેકરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY