ગુજરાત બાઈબલ સોસાયટી ઓફ ઈન્ડિયાની સુવર્ણજયંતીની સુરતમાં શાનદાર ઉજવણી

0
30

ઈ.સ.૧૮૨૦માં સ્થપાયેલા ગુજરાતના સૌપ્રથમ યુવેબલ ટાઈપ ધરાવતા પ્રિ­ન્ટિંગ પ્રેસનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું
સુરત, તા.૩૦

બાયબલ સોસાયટી ઓફ ઇન્ડિયાની ગુજરાત પાંખની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે દક્ષિણ ગુજરાતના વાપીથી ભરૂચ સુધીના કિશ્વિયન સમાજની ઉપસ્થિતિમાં સુરત ખાતે તેની સુવર્ણ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સુરતમાં સ્થપાયેલા સૌપ્રથમ મિશન પ્રેસને સ્પર્શતું સુંદર પ્રદર્શન ગુજરાત કિશ્વિયન સમાજના વડા રાઈટ રેવ.સિલ્વાન્સ કિશ્વિયને ખુલ્લુ મૂકયું હતું.
ગુજરાતના આ સૌપ્રથમ યુવેબલ ટાઈપની સુવિધા ધરાવતા પ્રિન્ટીંગ પ્રેસમાં બાયબલની પહેલી ગુજરાતી આવૃત્તિ છાપવામાં આવી હતી. આઈ.પી.મિશન ગર્લ્સ સ્કૂલના પટાંગણમાં જયાં આ પ્રિન્ટીંગ પ્રેસ કાર્યરત હતુ તે જ સ્થળે યોજાયેલા સુવર્ણ જયંતી સમારોહમાં બોલતા રાઈટ રેવ.સિલ્વાન્સ ક્રિશ્વિયને બાયબલમાં પ્રબોધેલા સત્ય, જ્ઞાન, ઉજાસ, પ્રેમ તથા કરુણાના સંદેશાને સાંપ્રત પરિસ્થિતિમાં વૈશ્વિક શાંતિ માટેના શ્રેષ્ઠત્તમ ઉપાય તરીકે પ્રસ્તુત કર્યો હતો.
મિશન પ્રિન્ટીંગ પ્રેસની સ્મૃતિમાં સીનિયર સિટીજનો એક નાટક રજુ કર્યું હતું. કિશ્વિયન સમાજના હજારો માનવીઓએ ભારત દેશ અને વિશ્વ સમસ્ત માનવજાતના કલ્યાણ અર્થે સામૂહિક પ્રાર્થનાઓ કરી હતી. આ પ્રસંગે પૂર્વ બિરાય રેવ. વિનોદ માલવિયા, રેવ.નિકોલસ પરમાર, રેવ.ડેવિડ દેસાઈ, રેવ.ડેનિસ અમીન, રેવ.રાજેશ ક્રિશિયન, રેવ.આશિષ ક્રિશ્વિયન, રેવ.હીરાલાલ વસાવા સહિતના ધર્મગુરૂઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY