મિલકત ખાલસા કરી રૂ. ૨.૭૦ લાખનો દંડ વસૂલવા હુકમ
સુરત, તા.૧
રૂદરપુરા બોમ્બે કોલોની ખાતે રહેતા એક વ્યકિતને આપેલા ૧.૩૫ લાખના ચેકો બાઉન્સ થતા ફરિયાદીના વકીલ અશરફ ગંજીયાનીની દલીલોને ગ્રાહ્ના રાખી એડીશનલ સિવિલ જજ્જે આરોપી વેપારીને ૨ વર્ષની સખત કેદની સજા, રૂ. ૨.૭૦ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. આ સાથે રેવન્યુ જપ્ત દંડની રકમ આરોપીની તમામ મિલકતો જપ્ત કરી તે મિલકતો સરકાર ખાલા કરે અને તેમાંથી વસૂલ કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી હતી.
આ કેસની વિગતો એવી છે કે, રૂદરપુરા બોમ્બે કોલોની ખાતે ૫૫ વર્ષના નઝરૂલ સમીર શેખ રહે છે. તેઓનું કાયદેસરનું લેણું ભેસ્તાન ગોલ્ડન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૪૨ વર્ષના વેપારી ઝાકીર હુસેન મતલૂબ હુસેન શેખ પાસેથી વસૂલવાનું હતું. આ અંગેનો સમાધાન કરાર ગત તા. ૩/૪/૨૦૧૭ના રોજ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર નસીમ યુ શેખ નોટરી પાસે કરાવ્યું હતું અને સમાધાન પેટે ઝાકીર હુશેનની પત્ની સાદાબ શેખના સંયુકતના નામના ૪૫ હજાર રૂ. માં એસબીઆઈના ત્રણ ચેકો આપ્યા હતા. જે ત્રણેય વારાફરતી ખાતમાં નાખવામાં આવતા અપુરતી ભંડોળને કારણે બાઉન્સ થયા હતા. બોમ્બે કોલોની રૂદરપુરાના રહેવાસી નઝરલ સમશેર શેખે એડવોકેટ અશરીફ ગાંજીયાની મારફતે નેગોશિયેબલ ઈન્સ્ટ્રેમેન્ટ એકટ-૧૩૮ મુજબની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી પૂરી થતા અદાલતે શિક્ષપાત્ર ગુનામાં દોષિત ઠેરવી આરોપી ઝાકીર હુસેન શેખને બે વર્ષની સખત કેદની સજા, ૨.૭૦ લાખનો દંડ દંડ ન ભરવામાં આવે તો વધુ ૬ માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીઆરપીસી-૪૨૧ મુજબ રેવન્યુની બાકી રકમ રીકવર કરવાની તથા આરોપીઓની મિલકતની જપ્ત કરી તે મિલકત સરકાર દ્વારા ખાલસા કરાવી રેવન્યુ રાહે દંડની રકમ વસૂલ કરવાનો અને દંડની રકમ માંથી ફરિયાદીને વળતર પેટે રૂ. ૨ લાખ ચૂકવી આપવાને આદેશ કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




