મનપા દ્વારા વધુ બે સામે પોલીસ ફરિયાદ

0
25

સુરત, તા.૧
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારની ભરતીમાં લાયકાત કરતા વધુ શિક્ષણની હકીકતો છુપાવી મનપા સાથે છેતરપિંડી કરનારા બે આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવતા લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મનપાના સફાઈ કામદાર ભરતીમાં લાયકાત ધો.૭ છી. તેમ છતાં પીંકીબેન હરકીશન ચૌહાણ તથા ટોની વિનોદ પટેલે ધો.૧૦ની પરીક્ષા પાસ કરી હોવાની વિગતો છુપાવી રાખી મનપા સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવતા મનપાના અધિકારી વ્યાસે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પિંકીબેન ચૌહાણ સગરામપુરા નાડીયાવાડ ખાતે તથા ટોની વિનોદ પટેલ ડુમસ ભીમપોર ખાતે રહેતો હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY