ચેમ્બરના નવનિયુક્ત ઉપપ્રમુખ દિનેશ નાવડીયાનું ફોસ્ટા દ્વારા અભિવાદન

0
19

ટેક્સટાઈલના તમામ ઘટકો સાથે રાખી કામગીરી કરવા નાવડીયાએ ખાતરી આપી
સુરત, તા.૨
ગતરોજ તા.૧-૫-૨૦૧૯ના રોજ જે.જે. માર્કેટના બોર્ડરૂમમાં ફોસ્ટા દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત ઉપાધ્યક્ષ દિનેશભાઈ નાવડીયાની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિનેશભાઈ નાવડિયાને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ ભેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સ અને ફોસ્ટાના આપસી સમન્વયની વાત જણાવી તેના વિકાસ અને સમસ્યા ઓથી વાકેફ કર્યા હતા. સાથે જ ચેમ્બરના પૂર્વ અધ્યક્ષ વી.એસ. અગ્રવાલ ગિરધર મુંદડા, સુશીલ ગુલાનીનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, હું ટેક્ષ્ટાઈલના તમામ ઘટકોને સાથે રાખી આર્થિક અપરાધ, જએસટી સરળીકરણ, ગારમેન્ટ હબ, આઈટીસી ૪, આર.સી.એમ. વગેરે માટે સાથે મળીને કાર્ય કરીશું. ગતરોજ ૧-૫-૨૦૧૯ની બેઠકમાં દેવભાઈ સંચેતીને રઘુવીર અમ્પાયર બનાવવામાં આવ્યા બાદ તેમનું પણ ફોસ્ટા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
બુધવારની બેઠકમાં ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલ, મહામંત્રી ચંપાલાલ બોથરા, કોષાધ્યક્ષ રાજેશ અગ્રવાલ, પુરૂષોત્તમ અગ્રવાલ, રંગનાથ શારદા, દેવભાઈ, સંચેતી, શ્રીકૃષ્ણ બંકા, રણછોડ ગોલકિયા, દિનેશ દ્વિવેદી, જગદીશ ગોયલ, વિનોદ અગ્રવાલ, સુનીલ ભાવડિયા, કરન પટેલ, ગુરૂમુખ કુંગવાની, રવિ સાહની, વિનોદ ભાટિયા, ગણેશ જૈન, અમિત શર્મા, પુરૂષોત્તમ નારંગ ઉપસ્થિત રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY