આરોપીનું પરીક્ષણ કરનાર ત્રણ પૈકી એકની સરતપાસ પૂરી
સુરત, તા.૨
નાનપુરા-ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુનિ દ્વારા વડોદરાની એક યુવતી સાથે ગુજારવામાં આવેલા બળાત્કાર પ્રકરણમાં આરોપી શાંતિ સાગર મહારાજ સામે ઈન્સાફી કાર્યવાહી આજથી શરૂ થઈ ગઈ છે. જોકે, આજના પ્રથમ દિવસે આરોપીની તબીબી તપાસ કરનાર તથા સાયન્ટીફીક તપાસ કરનારા ત્રણ ડોક્ટરો પૈકી બે ડોક્ટરોના સમન્સ કાઢી કોર્ટ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા અને સિવિલના મહિલા ડોક્ટર અર્ચનાબેન પટેલની સરતપાસ પૂરી થઈ તથા બાકી રહેલી ઉલટ તપાસ શુક્રવારના રોજ લેવામાં આવશે એવું ફરિયાદીના એડવોકેટ મુખત્યાર શેખ અને યાહ્ના શેખે જણાવ્યું હતું. જોકે, બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, પ્રજ્ઞેશ સરૈયા તથા વિરલ ચલીયાવાળા ઉપસ્થિત રહ્ના હતા.
આ કેસની વિગતો એવી છે કે, વર્ષ ૨૦૧૭ની દિવાળીના દિવસો દરમ્યાન નાનુપરા ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે વડોદરાની એક યુવતી સાથે જૈન મુનિ શાંતિ સાગર મહારાજે બળાત્કાર ગુજાર્યો હતો. અઠવા પોલીસ મથકમાં પીડિત યુવતીએ બળાત્કારની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં અઠવા પોલીસ મથકના પી.આઈ. એસ.બી. ભરવાડે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપી સામે તહોમતનામુ ફટકારવામાં આવ્યું હતું. આ કેસની ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવતા આરોપીની પ્રારંભિક મેડીકલ એક્ઝામીનેશન કરનાર સિવિલ હોસ્પિટલના ડો. અર્ચના પટેલ, સાયન્ટીફિક એક્ઝામીનેશન કરનારા ડો. પરેશ ચાંદેગ્રા તથા ડો. મીલીન પટેલના સમન્સ કાઢવામાં આવ્યા હતા. ત્રણ ડોક્ટરો પૈકી બે ડોક્ટરોની સર તથા ઉલટ તપાસ લેવામાં આવશે એવું ફરિયાદીના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



