ભારતમાં પ્રથમ વખત, કોઈપણ રંગ-એક જ કિંમતે ઓફર
સુરત, તા.૩
દેશનું અગ્રણી બિઝનેસ સંગઠન, જેએસડબલ્યુ જૂથએ જેએસડબલ્યુ પેઇન્ટ્સની સાથે ભારતમાં પેઇન્ટ બિઝનેસમાં પ્રવેશ કરશે. આ જૂથના ગ્રાહક કેન્દ્રિત બિઝનેસ વૈવિધ્યનો એક હિસ્સો છે અને ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ભારતીય સંગઠન આયોજિત પેઇન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. તેના પેઇન્ટ બિઝનેસની રજૂઆતની સાથે, જેએસડબલ્ય જૂથનો હેતુ, ગ્રાહકોને સ્ટીલ, સિમેન્ટ, ફર્નિચર અને હવે પેઇન્ટ દ્વારા તેના ગ્રાહકોને એક એકિકૃત ઓફર કરવાનો છે.
જેએસડબલ્યુ પેઇન્ટએ એક ગ્રીનફિલ્ડ વેન્ચર છે, જેમાં અત્યાધુનિક ટેકનોલોજી, ઓટોમેશન અને સ્કેલ છે, જે ક્ષેત્રના અગ્રણી પ્લેયર્સને સમતુલિત છે. આ કંપની ઔદ્યોગિક કોટિંગ તથા ડેકોરેટિવ પેઇન્ટ્સ બંનેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરશે. ઔદ્યોગિક કોટિંગમાં, જેએસડબલ્યુ પેઇન્ટ કોઈલ કોટિંગની સાથે કામગીરી શરૂ કરશે. ડેકોરેટિવ પેઇન્ટ ક્ષેત્રમાં, કંપની આંતરિક તથા બાહ્ય દિવાલો, લાકડા તથા મેટલ- ઘરની અલગ- અલગ સપાટીઓ માટે પાણી આધારીત પેઇન્ટની એક સંપૂર્ણ રેન્જ ઓફર કરશે. ઔદ્યોગીક અંદાજ અનુસાર, ૨૦૨૦ સુધીમાં દેશના આયોજિત પેઇન્ટ્સ ઉદ્યોગ રૂ.૫૦,૦૦૦ કરોડને વટાવી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




