સુરત, તા.૩
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧, નોંધ નં.૫૫૦/અ†બ†ક વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરતા અત્રેથી તા.૨-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ છે. પાંચમાં માળે આશરે ૫૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ તથા ૨૦૦ ચો.ફુટ ચણતર દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



