ટ્રેન સામે પડતું મૂકી ૧૭ વર્ષીય યુવતિએ આપઘાત કરતા ચકચાર મચી

0
145

વલસાડ,
વલસાડના રેલવે સ્ટેશન જવાહર ધક્કા પાસે એક ૧૭ વર્ષિય ગર્લે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગર્લ મોપેડ લઈને રેલવે સ્ટેશન નજીક પહોંચી હતી. ત્યારબાદ ટ્રેન આવતા જ ઝંપલાવી દીધું હતું. હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. જાકે, સુસાઈડ નોટ માતાને સંબોધી લખવામાં આવી છે.જેમાં લખ્યું છે કે, હું મરું તો પણ ખરાબ અને જીવતે તો પણ ખરાબ. રોજ મરવા કરતા એકવાર મરવાનું મેં પસંદ કર્યું.
વલસાડના રેલવે સ્ટેશન જવાહર ધક્કા નજીક એક ૧૭ વર્ષિય કિશોરીએ આપઘાત કરી લીધો હતો. મોપેડ લઈને આવેલી કિશોરી રેલવે સ્ટેશન નજીક પહોંચી હતી. ત્યારબાદ કોઈની સાથે વાત કર્યા વિના ત્યાં બેસી રહી હતી. દરમિયાન એક ટ્રેન આવતા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જાકે, કિશોરીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ૧૦૮ને જાણ કરવામાં આવતા ૧૦૮ આવી પહોંચી હતી. તપાસ કરતા કિશોરીએ લખેલી ૧૧ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. અને પાન કાર્ડ પરથી કિશોરીનું નામ પ્રિયંકા જનુભાઈ મીટના હોવાનું જાણવા મળ્યું હતું. જાકે, હજુ સુધી તેના પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY