સુરત, તા.૪
ગતરાત્રે નાનપુરા કદમપલ્લી સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલ મારૂતિ વેનમાં અચાનક આગ લાગી હતી. આગથી કોઈ જાનહાનિ ન થઈ પરંતુ આખી મારૂતિ વેન સળગી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરાત્રે નાનપુરા કદમપલ્લી સોસાયટીના ગેટ પાસે મારૂતિ વેનમાં આગ લાગી હતી. જીજે-૬-સીકે-૨૬૭૭ નંબરની મારૂતિ વેનના માલિક પ્રવિણ વિઠ્ઠલ રોહિતના જણાવ્યા અનુસાર રાત્રે સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલ વેનમાં અચાનક આગ લાગતા વેન સંપૂર્ણ બળી ગઈ હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ આગથી વેન સંપૂર્ણપણે બળી ગઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



