દક્ષિણ ગુજરાત એરિયા પ્રિન્સીપલ એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું

0
20

શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પર ભાર મુકતા ભાસ્કર રાવલ
સુરત, તા.૪
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં શુક્રવાર તા.૩-૫-૨૦૧૯ના રોજ ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત એરિયા પ્રિ­ન્સીપાલ એસોસિએશનનું સ્નેહ મિલન’ યોજાયું. જેમાં નિવૃત્ત તથા નવા નિમાયેલ આચાર્યો, નવા નિમાયેલ ડીન, અધર ધેન ડીન તેમજ સિન્ડીકેટ સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ભાવનગર યુનિવર્સિટીના મા.કુલપતિ, ડૉ. મહિપતસિંહ ચાવડા તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ભાસ્કર રાવલ હાજર રહ્ના હતા. તે ઉપરાંત જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ ભાનુભાઈ શાહ, મંત્રી અશ્વિનભાઈ પટેલ, અનુજભાઈ શાહ, ડૉ. મહેન્દ્રકુમાર સોલંકી તેમજ વિવિધ કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓ હાજર રહ્ના હતા. િ­ન્સીપલ એસોસિએશનના પ્રમુખ પ્રિ­. ડૉ. વિનોદભાઈ પટેલે િ­ન્સીપલ તરીકેની જવાબદારીઓ તેમજ સમાજની અપેક્ષાઅો પર ભાર મુક્યો હતો. ભાવનગર યુનિવર્સિટીના મા.કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડા તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ભાસ્કર રાવલે ઉચ્ચ શિક્ષણનું સ્તર ઉપર લાવવા પર વિશેષ ભાર મુક્યો હતો. ઉદ્ઘોષક તરીકે પ્રિ. ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસીયા અને પ્રિ. ડૉ. હેમાલીબેન દેસાઈએ ફરજ બજાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એરિયા કોલેજ પ્રિ­ન્સીપલ એસોસિએશનના સેક્રેટરી પ્રિ. ડૉ.કે.એન. ચાવડાએ કરી હતી. કોલેજના શૈક્ષણિક અને વહીવટી પરિવારે વિશેષ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY