ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે : હરમનપ્રીત કૌર

0
11

ન્યુ દિલ્હી,તા.૨૬
આગામી મહિને યોજાનારા મહિલા ટી-૨૦ વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને ડર લાગ્યો છે. ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝની પીચો અને વાતાવરણને કારણે ખેલાડીઓને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
હરમનપ્રીત કૌરે આઇસીસી માટે લખેલા પોતાની કાલમમાં લખ્યું, ‘વેસ્ટ ઈન્ડિઝમાં વાતાવરણ ખુબ મુશ્કેલભર્યુ હોય છે. આનાથી માત્ર ઉંચા કેચો જ પ્રભાવિત નથી થતા કેપ્ટન, બેટ્‌સમેન અને બાલર-ફિલ્ડર બધા વચ્ચે અંતર વધી જાય છે.’
તેને કહ્યું અમારા વિચારવું પડશે કે કયા બાલરને ક્્યારે બાલિંગ કરાવવી, કઇ બાજુથી કયો શાટ રમવો. અમારે ટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે.
હરમનપ્રીત કૌરે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમવું અલગ વાત હોય છે. માત્ર અમે નહીં બધી ટીમોને આ વાતની મુશ્કેલી નડશે. ત્યાંની પીચો પણ ધીમી છે. અમારી મેચો બપોર પછીની છે જેથી ઝાકળ અને સાંજે ગ્રીપમાં પ્રાબ્લમ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી મહિને ૯ થી ૨૪ નવેમ્બર દરમિયાન વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસી વર્લ્ડ ટી૨૦ વર્લ્ડકપ રમાવવાનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY