પીર કયામુદીન મોટામિયાં ચિશ્તી સાહેબના ઉર્સની ધામધૂમથી ઉજવણી

0
3

ઘરે ઘરે ગાય પાળવા અને કોમી સદ્ભાવનાનો સંદેશો આપતા કદીરબાવા પીરઝાદા
સુરત, તા.૬
સુરતઃ હાજી પીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી ફરીદી, સાબિરીનો દસમો ઉર્સ મુબારક તા. ૩ મેથી ૫ મે દરમ્યાન ચિશ્તીનગર, સુલતાનપુરા, મુ. ઝઘડીયા, જી. ભરૂચ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સુફી સંતો અને ભાવીભકતો સંદર્લ ઉર્સમાં ઉમટી પડયા હતા. ૨ મેના રોજ શંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું. જયારે ૩ મેના રોજ ઉર્સ યોજાયો હતો. આ પ્રસંગે સુફી સંતો માટેની ઓલિયા કોન્ફરન્સ પણ યોજાઇ હતી. જેમાં સૈયદ મોહંમદ હાશ્મી મીંયા (શહેઝાદાએ મોહદ્દીષે આઝમે હિંદ) ઉપસ્થિત રહ્ના હતા. તથા સૈયદ મોહંમદ સુબ્હાની પણ હાજરી આપી હતી. તા. ૧-૫-૧૯ ના બુધવારે રાત્રે નવ કલાકે ગુસફ શરીફ, અને ૧૦-૦૦ કલાકે મીલાદ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. જયારે તા. ૨-૫-૧૯ ના ગુરૂવારે સંદલ ચઢાવવામાં આવ્યું હતું અને બપોરે ૧૧ વાગે લંગર ખવડાવવામાં આવ્યું હતું. એજ દિવસે રાત્રે ૧૧-૦૦ કલાકે ભજનની મહેફિલ યોજાઇ હતી. તા. ૩ મેના શુક્રવારે રાત્રે નવ કલાકે હાશ્મી મીંયા સાહેબનું બ્યાન યોજાયું હતું. જયારે આજ દિવસે રાત્રે ૧૨ કલાકે પ્રસિધ્ધ કવ્વાલ અઝીમ નાઝાએ કવ્વાલી રજુ કરી હતી. આ પ્રસંગે ઝઘડિયા ગાદીના ગાદીપતિ રફિકબાવા પિરઝાદા, એકબારા પાદરા ગાદીના ગાદીપતિ કદિરબાવા પિરઝાદા અને તેમના ભત્રીજા ડૉ. અરહમ બાવા પિરઝાદા ઉપસ્થિત રહ્ના હતા. સંદર્લ ઉર્સના પ્રસંગે મોટામીયા માંગરોળ ઝઘડીયાના ગાદીપતિ રફીકબાવા પીરઝાદા અને એકલાબાર પાદરાના ગાદીપતિ
કદીરબાવા પીરઝાદાનું ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડીયા ગામના સુલતાનપુરા થઇ ટાવર રોડ સુધી ઝુલુસ નીકળ્યું હતું. અહીં કદીરબાવા પીરઝાદાએ ઘેર ઘેર ગાયો પાળો અને કોમીએક સંપી તથા વ્યસન મુકિતનો સંદેશો આપી આદીવાસીઓ સહિત સમાજના પછાત વર્ગની સેવા કરવાનું આહવાન આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY