આજણાં ફાર્મના વેપારી સાથે છેતરપિંડી
સુરત, તા.૭
સલાબતપુરા આંજણા ફાર્મ ખાતે રહેતા એક વેપારીના ૯ ચેકો તથા આરટીજીએસમાં વેપારીની બનાવટી સહીઅો કરી બેન્કમાંથી ૩૬.૭૫ લાખ રૂ. ઉપાડી લેવાયા હોવાની એ પોલીસ ફરિયાદ બે સગા ભાઈઓ સામે નોંધાવવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ખાતે હરેશ વછાડોદરિયા રહે છે. તેઓ વેપાર કરે છે.તેમને ત્યાં રાકેશ બાબુભાઈ કથીરિયા અને વિજય બાબુભાઈ કથીરિયા નોકરી કરે છે. આ બંને સગાભાઈઓએ એકબીજાની મદદગારી કરીને હરેશભાઈ વાડોદરિયાના ૯ ચેકો, આરટીજીએસ તથા એનઈએફટીના ફાર્મમાં બનાવટી સહીઓ કરી બેન્કના ખાતામાંથી ૩૫.૭૫ લાખ રૂ. ઉપાડી ફરાર થઈ ગયા હતા. જ્યારે વેપારીને પોતાની સહીના પુરાવાઓનો ખોટો દૂરઉપયોગ થયો હોવાની માહિતી મળતા તેઓએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮ મુજબન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે ફીરયાદીનું નવેસરથી નિવેદન નોંધ્યું હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



