દુકાનદારોને ઠગતા અભિષેક નંદવાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ

0
9

પેમેન્ટ ખાતામાં જમા કરાવ્યું હોવાનું દર્શાવી છેતરપિંડી કરાતી હતી
સુરત, તા.૭
સરથાણા અક્ષરધામ સોસાયટી પાસે આવેલ એરકન્ડીશનની દુકાનમાંથી દોઢ ટનનું એસી ખરીધ્યા બાદ ઓનલાઈન પેમેન્ટકરી દીધુ હોવાનો સ્ક્રીનસોટ મોકલાવી ખાતામાં નાણા જમા નહીં કરાવી ૩૬ હજાર રૂ.ની છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના મોટા બ્રાહ્મણ ગામના વતની અને હાલમાં કામરેજ-કેનાલ રોડ ખાતે આવેલી રિદ્ધિ સોસાયટીમાં રહેતાં જતીનભાઈ સુદાણીની એક એસીની દુકાન સરથાણા અક્ષરધામ સોસાયટી પાસે આવેલી છે. ગત તા. ૧૩મી એપ્રિલના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે જહાંગીરપુરા સુભાષ ગાર્ડન પાસે રહેતા આરોપી અભિષેક નંદવાણીએ બ્લ્યુસ્ટાર કંપનીનું દોઢ ટનનું ઈન્વટર એર કન્ડીશન ખરીધ્યું હતું. આરોપીએ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાનું જણાવી તેમના ખાતામાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરી દીધા હોવાનો સ્ક્રીન શોટ મોકલી ખાતામાં નાણા નહીં જમા કરાવી રૂ. ૩૬ હજારનો વિશ્વાસઘાત કરી ફરાર થઇ ગયો હતો. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY