સરથાણામાં ડી-માર્ટ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી

0
45

મહિલા ચોર ગેંગને સીસી કેમેરા ફૂટેજના આધારે પોલીસે શોધી કાઢી
સુરત, તા. ૮
સરથાણા ખાતે આવેલ ડી-માર્ટ મોલમાંથી ખાદ્ય સામગ્રીની ચોરી કરનાર ત્રણ મહિલાની સરગથાણા પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે ધરપકડ કરી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા. ૭મીના રોજ સરથાણા જકાતનાકા ડી-માર્ટ મોલમાંથી ત્રણ મહિલાએ ઘીના પેકેટ ડ્રાયફૂટના પેકેજ ચોરી કરતા સીસીટીવીમાં નજરે પડતાં ત્રણેય મહિલાને પકડી પાડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસે મેનેજર રિષીરાજ ક્રિષ્ણકુમાર ડોગરાજી ફરિયાદ નોંધી આરોપી ચેતનાબેન દિનેશભાઈ ઘોડાસવાર, ભારતીબેન પપ્પુભાઈ ગોરાસણ ગીતાબેન વિજયભાઈ શેખલીયાની ધરપકડ કરી હતી. આ મહિલા ટોળકી અન્ય ચોરીમાં સામેલ હતી કે કેમ? એ અંગે પણ સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY